Friday, January 28, 2011

સંવેદન જાન્યુઆરી 2011 અંક, વાર્તા લેખન અને લાલ પતંગ વાર્તાસંગ્રહનો આસ્વાદ

સંવેદન જાન્‍યુઆરી – ૨૦૧૧ના અંકમાં શું વાંચશો ?
૧. એક મિનિટઃ ભક્તકવિ પ્રેમાનંદ પ્રેમસખી’, ૨. સંપાદકીયઃ સાહિત્‍ય પ્રીત્‍યર્થે ચાલો, આપણે બદલાઇએ...સાહિત્‍ય સર્જક-ભાવક--સાહિત્યિક સંસ્‍થાઓ અને જવાબદારીઓ લેખાંક-૧, ૩. ક કવિતાનો કઃ શબ્‍દ -નાનુભાઇ નાયક, નવલિકાઃ સેવન ટ્રીઝ - જયશ્રી જે. ચૌધરી (કેતન મુનશી વાર્તાસ્‍પર્ધા- ૨માંની નોંધપાત્ર વાર્તા)   અને દિલ્‍હીથી આગ્રા - પ્રો. જ્યોતિ વૈદ્ય, ૫. વ્‍યક્તિચિત્રઃ મારા ગુરુઓઃ વિ.ર. ત્રિવેદી અને હો. ર. લાંબા - ડૉ.રતન રુસ્‍તમ માર્શલ, બાલસાહિત્‍યના યશસ્‍વી સાહિત્‍યકાર શ્રી યશવંત મહેતા-પ્રદીપ ત્રિવેદી, ૬. વિવેચનઃ મનની રાસલીલાઃ સંવેદનાત્‍મક અને સૌંદર્યદ્રષ્ટિનો સર્જનાત્‍મક વિનિયોગ કરતા લલિત લઘુનિબંધો-ડૉ. બિપિ‍ન આશર, ૭. સંગીતઃ શરદ ઋતુના રાગો અને રોગો - ડૉ. પ્રફૂલ્‍લ દેસાઇ, ૮. નવાં પુસ્‍તકો, ૯. સાહિત્‍ય સમાચાર, ૧૦. માહિતીઃ કેતન મુનશી વાર્તા સ્‍પર્ધા-૩ વિશે માહિતી


પ્રેરણા કે. લીમડીના વાર્તાસંગ્રહ 'લાલ પતંગ'નો આસ્વાદલક્ષી પરિચય.


જનક નાયક દ્વારા સુરતની સાર્વ. મિડલ સ્કૂલમાં બાળકોને વારતા કઈ રીતે લખવી તેની સમજ તા. 19-1-11ના રોજ અપાઈ. બારડોલીના મોટા ગામની એકંલવ્ય સ્કૂલમાં તા. 22-1-11ના રોજ અંકિતા નામક વિધ્યાર્થીનીએ જનક નાયકની 'તરસ' નવલકથાનું રસદર્શન કરાવ્યું તથા જનક નાયકે પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું તેની તસ્વીરો.

No comments:

Post a Comment